રાજેન્દ્ર ઠક્કર, ભુજ: શહેરની ખારી નદીમાં આજે એક કાર ખાબકેલી જોવા મળતા લોકોમાં આશ્ચર્ય જોવા મળ્યું છે. જો કે આવા બનાવ બનતા હોય છે પરંતુ જે રીતે કાર ખાબકી તેણે લોકોમાં આશ્ચર્ય સર્જ્યુ છે. નદીની ભેખડો વચ્ચે આ કાર ખાબકી છે. આ બનાવ કઈ રીતે બન્યો તે જાણી શકાયુ નથી.
મળતી માહિતી મુજબ ભુજના કોડકી રોડ પર આવેલી ખારી નદીમાં ભેખડો વચ્ચે એક કાર ખાબકતા લોકોમાં આશ્ચર્ય જોવા મળ્યું. બનાવ અંગે પોલીસ મથક કે હોસ્પિટલમાં કોઈ નોંધ રાત્રી સૂધીમાં કરાઈ નહતી. 108 એમ્બ્યુલન્સને પણ કોઈ કોલ મળ્યો નહતો. જેના પગલે બનાવમાં કોઈ ઘાયલ થયું પણ છે કે કેમ તે જાણવા મળ્યું નથી. પોલીસે પણ આ બનાવ અંગે કોઈ જાણ નહોવાની વાત કરી.
જુઓ LIVE TV
આ બનાવ અકસ્માત છે કે પછી અન્ય કોઈ ઘટના ઘટી છે તે અંગે અનેક પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે. નદીની ભેખડો વચ્ચે આખરે આ કાર ખાબકી કેવી રીતે તે અંગે લોકોને ખુબ નવાઈ લાગી રહી છે. આ બનાવ કઈ રીતે બન્યો તે પણ જાણી શકાયું નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે